Medical Care - Activity

Blood Donation Camps

વડોદરામાં રાજમહેલ ગ્રાઉન્ડ ખાતે જાન્યુઆરી-૨૦૦૯માં ઉજવાયેલા આત્મીય અમૃત મહોત્સવના ઉપક્રમે યોગી ડિવાઇન સોસાયટી - સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી, લોકો સમાજ પ્રત્યે પોતાની ફરજ બજાવવા ઉત્સાહભેર આગળ આવે તેવી સામાજીક જાગૃત્તિ અને ઉત્તરદાયિત્વની અભિવ્યક્તિ તરીકે યોગી ડીવાઈન સોસાયટીના ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ કેન્દ્રો જેવા કે વડોદરા, રાજકોટ, સુરત, વિદ્યાનગર, ભરૂચ, નવસારી, વલસાડ, મુંબઇ, કોળી ભરથાણા વગેરે વીસ શહેરોમાં એકવીસ સ્થળોએ તા.૨૧/૧૨/૨૦૦૮ના રોજ રક્તદાન મહાશિબિરો યોજવામાં આવી હતી.

હંમેશાં સેવાકાર્યમાં અગ્રેસર રહેતા ગુજરાતીઓએ સમાજસેવાના આ યજ્ઞમાં સક્રિય સહયોગ આપીને નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર વડોદરા ખાતે ૬૩૬૧, સુરત ખાતે ૪૪૬૯, રાજકોટ ખાતે ૧૪૩૮, આણંદ - વિદ્યાનગર વિસ્તારમાં ૧૬૧૮, ભરૂચ જિલ્લામાં ૯૬૮ તેમજ વલસાડ જિલ્લામાં ૫૭૪ યુનિટ રક્ત એકત્ર થયું છે. રકતદાન મહાયજ્ઞમાં થેલેસીમીયા પીડિત બાળકો માટે ૧૫૪૨૮ યુનિટ રક્ત એકત્ર થતાં એક નવો જ વિક્રમ સ્થપાયો છે. ગગનભેદી જયનાદો અને ભવ્ય આતશબાજીથી આ અવસરની ઊજવણી કરવામાં આવી હતી.હરિધામ, સોખડા ખાતે જાન્યુઆરી-૨૦૧૫માં ઉજવાનાર આત્મીય યુવા મહોત્સવના ઉપક્રમે યોગી ડિવાઇન સોસાયટી - સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી હરિધામ, સોખડા ખાતે તા.૨૩/૦૨/૨૦૧૪ના રોજ થેલેસીમીયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં ૧૧૫૧ યુનિટ રક્ત એકત્ર થયું.