Subscription

Service unto Humanity is Service unto God !

Medical Seminar

Recent News

  • ડૉક્ટર્સસેમિનાર, હરિધામ

    હરિધામ-સોખડા ખાતે તા. ૧૪-૪-૨૦૧૩ના રોજ મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, વલસાડ, આણંદ, બોરસદ, નર્મદા, ભરૂ, દાહોદ, ગોધરાના ડૉક્ટરોનું એક સેમિનાર રાખવામાં આવ્યું.યોગી ડિવાઈન સોસાયટીની પ્રવૃત્તિઓ અને મેડીકલ વિભાગમાં સેવા આપતાં ડૉ. અશોકભાઈ મહેતા અને પૂ.સંતોષસ્વામીના દાખડાના ફળસ્વરૂપેઅનેદરેકડૉક્ટરોસાથેનાઆત્મીયસંબંધોનાકારણે આશરે ૭૫૦ જેટલા ડૉક્ટરોએ  સેમિનારનો લાભ લીધો.આત્મીયસ્વજનશ્રી ડૉ. પરેશભાઈ દવે, આત્મીયસ્વજનશ્રી ડૉ. શૈલેષભાઈના પ્રાસંગિક ઉદબોધનો બાદ પ.પૂ. હરિપ્રસાદસ્વામીના આશિષ વચન લઇ સભાની પૂર્ણાહુતિમાં ગીફ્ટ બેગ અર્પણ કરવામાં આવી.

  • નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ રાષ્ટ્રીય વર્કશોપ

    (હરિધામ-સોખડા)

    કુદરતી આફતો અને હોનારત (પૂર, ધરતીકંપ, દુષ્કાળ જેવી કુદરતી વિનાશક પરિસ્થિતિ) વખતે ડૉક્ટર્સ ગ્રુપની શું જવાબદારી છે અને કેવી રીતે સારામાં સારી સમાજસેવા અદા કરી શકાય તે અંગેના વિચારવિનિમય માટેનો એક અગત્યનો સેમિનાર (વર્કશોપ) હરિધામ-સોખડામાં તા. ૧૩ અને ૧૪ જુલાઈ, ૨૦૧૩ દરમ્યાન યોજાયો.

    ચેરમેન ડીઝાસ્ટર સેલ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન તથા ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ એવા વડોદરાના અંગત આત્મીય સ્વજન ડૉ. ચેતનભાઈ પટેલ (સ્કીન સ્પેશ્યાલીસ્ટ) તેમજ ડૉ. અતુલભાઈ શાહ (Sec. IMA, Vadodara), હરિધામમાં મેડીકલ સેવાઓ અદા કરતા ડૉ. અશોકભાઈ મહેતા અને સંતવર્ય પૂ. સંતોષસ્વામીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન બે દિવસ માટે હરિધામ-સોખડામાં કરવામાં આવ્યું. વિવિધ રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ) વગેરે સ્થળોએથી આશરે ૫૦ જેટલા ડૉક્ટર્સ ભેગા થયા.

    સમગ્ર કાર્યક્રમના પ્રમુખસ્થાને ડૉ. નરેન્દ્ર સૈની (Sec. General IMA H.Q., Delhi) હતા. જેમણે વડીલ સંતો પૂ. શાસ્ત્રીસ્વામીજી અને પૂ. સંતવલ્લભસ્વામી સાથે મળીને દીપપ્રાગટ્ય કર્યું. ત્યારબાદ ડૉ. સૈનીએ આવી કુદરતી વિપત્તિઓમાં કેવી રીતે સારામાં સારી સમાજસેવા અદા કરી શકાય તે અંગેના મુદ્દા જણાવી સુંદર વક્તવ્ય આપ્યું.

    ત્યારબાદ ડૉ. પ્રફુલ્લ દેસાઈ (National Vice President, IMA), ડૉ. ભરતભાઈ પટેલ (Speaker SPIPA, Ahmedabad), ડૉ. પ્રજ્ઞેશ જોષી (President IMA Gujarat) એ પણ માર્ગદર્શન આપ્યું. ડૉ. ચેતનભાઈ પટેલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રીલ પ્રીન્સીપલ (આફત વખતે પૂર્વ તૈયારી) કરીને સેવા અદા કેવી રીતે કરવી એ અંગે સમજ આપી.

    ડૉ. પરેશ ગોળવાળા (Chairman Disaster Management Cell, Vadodara) એ ડીઝાસ્ટર સાઈટ પર કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ. કલ્પના મહાત્રેએ ટ્રોમા (મગજની તકલીફો, બેભાન અવસ્થા વગેરે) સમસ્યામાં દર્દીની પ્રારંભિક તપાસ, કાળજી રાખવા, કેટલી ઝડપથી ટ્રીટમેન્ટ અપાય તે અંગે તથા ટ્રોમા ઈન પ્રેગનન્સી વિશે સૂઝ આપી.

    તાલીમનું અંતિમ વક્તવ્ય ડૉ. રિતેશ શાહ (ICU Incharge Stearling Hospital, Vadodara) એ દર્દીને હાર્ટએટેક આવે ત્યારે તેની જોડેની વ્યક્તિએ શું પગલાં લેવાં અને દર્દીને તાત્કાલિક સારવાર મળે તે માટે વિગતે સ્પષ્ટ સૂઝ આપી. ડૉ. પરેશ મજુમદાર (President IMA Vadodara) પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ડૉ. નરેન્દ્ર સૈની, ડૉ. પ્રજ્ઞેશ જોષી, ડૉ પ્રફુલ્લ દેસાઈ મહાનુભાવોને હરિધામ તરફથી સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું. પૂ. આચાર્યસ્વામીએ હરિધામની પ્રવૃત્તિ વિશે અંગ્રેજીમાં લાભ આપ્યો. ડૉ. ચેતન પટેલે સૌનો આભાર માની પૂર્ણાહુતિ કરાવી.

    આમ હરિધામના નિરામય, પ્રફુલ્લિત ને દિવ્ય વાતાવરણમાં સહુને અનોખો અનુભવ થયો ! અને અહીંની સેવા-સરભરા નેઆત્મીયતાથી ખૂબ પ્રભાવિત થઈને સહુ મુક્તોએ વિદાય લીધી.