Subscription

Service unto Humanity is Service unto God !

Atmiya Sabha, Atmiyadham, Manjalpur, Vadodara

On Date: 10 September 2019

 

 CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES

 

પહેલો નંબર લાવતા હોય તેવા વિદ્યાર્થીઓ સાથે દોસ્તી રાખજો અને આપણને જે ના આવડતું હોય તે શીખી લેવાનું. પણ, કાલે કરીશ એવો શબ્દ કાઢી નાખવાનો. સારો વિદ્યાર્થી. દરરોજનું લેશન અગીયાર-બાર વાગ્યા સુધી જાગીને પણ કરતો જ હોય છે. એમ આપણે પણ લેશન કરતાં જ રહેવાનુ છે.  કલીક કરો

સંગ તેવો રંગ. આપણી ફરજ છે સારા વિદ્યાર્થીઓ સાથે દોસ્તી રાખવાની, સારા મિત્રો રાખવાના. કલીક કરો

જેવી રીતે પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કોઇની માથાકૂટમાં પડતો નથી, ક્યારેય નહીં. એ એના સબજેક્ટમાં ડૂબેલો જ હોય... ડૂબેલો જ હોય ... ડૂબેલો જ હોય... તેવી રીતે આપણે પણ અભ્યાસમાં એકધાર્યા ડૂબેલા જ રહેવાનુ છે. કલીક કરો

બે ચાર મિત્રો એવા રાખવા જે આપણને ભૂલ દેખાડે, સૂચન કરે અને પોતાની 'મા'ને બહુ સ્પષ્ટપણે કહેવાનું કે મારી ભણવામાં ક્યાંય ભૂલ થતી હોય, હું આળસુ થતો હોઉં તો મારા માટે સોટી લેજો. 'મા'ને બધો જ અધિકાર આપી દેવાનો. 'મા' ને ક્યારેય "તું" શબ્દ થી નહીં બોલાવવાનાં. કલીક કરો

માતા-પિતા રાજી થાય એ રીતે વર્તવું જોઇએ. એમને "તમે" કહીને બોલાવવાનાં. પરિવારમાં મોટી બહેન હોય અથવા મોટા ભાઈ હોય એ બધાને "તમે" કહીને બોલાવજો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરીશું તો વર્ષ-દોઢ વર્ષ પછી પરમેનંટ "તમે" કહીને વાત કરતા થઈ જવાશે. કલીક કરો